શું તમને આખો દિવસ થાક અને ઊંઘની સમસ્યા રહે છે? તો આ ગંભીર બીમારી હોવાની શક્યતા
સ્વસ્થ શરીર માટે જરૂરી છે કે શરીરના તમામ અંગ સારી રીતે સ્વસ્થ થઈને કામ કરે પરંતુ ઘણી વખત જાણકારીના અભાવે આપણે પોતાના જરૂરી અંગોની બીમારી વિશે જાણી શકતા નથી. કંઈક આવુ જ કિડનીને લઈને થાય છે. કિડની આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે કારણ કે આખા શરીરના બ્લડને ફિલ્ટર કરવાની સાથે શરીરને ડિટોક્સ કરવાનું જરૂરી કાર્ય કિડની કરે છે. દરમિયાન જો કિડની બીમાર પડી જાય તો શરીર ઘણી બીમારીઓની સાથે-સાથે બ્લડ ઈન્ફેક્શન અને પોઈઝનિંગનો પણ શિકાર થઈ શકે છે. કિડનીના કમજોર અને ખરાબ થવાના લક્ષણોની ઓળખ સમયસર થઈ શકે તે જરૂરી છે જેથી કરીને શરીર જોખમથી બહાર રહે.
સતત થાક લાગવો
જો તમને સતત થાક લાગતો રહેતો હોય કે પછી શરીરમાં દરેક વખતે કમજોરી ફીલ થતી હોય તો આને સામાન્ય વાત સમજીને ઈગ્નોર કરવુ યોગ્ય નથી. આ તમારી કિડની ખરાબ હોવાનુ એક પ્રાથમિક લક્ષણ હોઈ શકે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી તો શરીરના ડિટોક્સ પદાર્થ સંપૂર્ણપણે ફિલ્ટર થઈ શકતા નથી અને તે શરીરમાં જ એકઠા થવા લાગે છે. દરમિયાન શરીરમાં ટોક્સિન બનવા લાગે છે જેનાથી થાક અને કમજોરીનો અનુભવ થવા લાગે છે.
અપૂરતી ઊંઘ
અપૂરતી ઊંઘ એટલે કે સ્લીપ એપનિયા પણ અસ્વસ્થ કિડનીનો સંકેત હોઈ શકે છે. જ્યારે કિડની બીમાર થઈ જાય છે તો તે શરીરને સંપૂર્ણ રીતે ઓક્સિજન લેવાથી રોકે છે જેના કારણે ઊંઘમાં ઘટાડો થઈ જાય છે. તેથી જો તમને ઊંઘ ના આવી રહી હોય કે પૂરતી ઊંઘ ન લઈ શકતા હોવ તો તમારે તમારી કિડની ચેકઅપ જરૂર કરાવી દેવુ જોઈએ.
સ્કિન સંબંધિત મુશ્કેલી
સ્કિન સંબંધિત મુશ્કેલી પણ અનહેલ્ધી કિડનીનો સંકેત હોઈ શકે છે. જ્યારે કિડની બ્લડને યોગ્યરીતે ફિલ્ટર ન કરી શકે તો ટોક્સિન બ્લડમાં જમા થઈ જાય છે અને આનાથી સ્કિન સંબંધી મુશ્કેલી થવા લાગે છે. ત્વચા પર લાલ દાણા નીકળવા, ખંજવાળ આવવી, સ્કિન ડ્રાય થવી આ તમામ લક્ષણ છે જે બતાવે છે કે તમારી કિડની યોગ્યરીતે કામ કરી રહી નથી.
હાથ-પગમાં સોજો
જો હાથ અને પગની સાથે-સાથે ચેહરા પર પણ સોજો જોવા મળી રહ્યો હોય તો તેને ઈગ્નોર કરવુ જોખમી હોઈ શકે છે કેમ કે આ કિડનીના ખરાબ હોવાના સંકેત છે. જ્યારે કિડની યોગ્યરીતે કામ નથી કરતી ત્યારે તે બોડીમાંથી એક્સ્ટ્રા સોડિયમને ફિલ્ટર કરી શકતી નથી અને શરીરમાં વોટર રિટેન્શન થવા લાગે છે જેના કારણે હાથ-પગ અને ચહેરા પર સોજો આવે છે. ઘણી વખત કિડની ખરાબ થવાથી આંખોની આસપાસ સોજો આવી જાય છે. આને પણ ગંભીરતાથી લેવુ જોઈએ અને કિડનીની તપાસ કરાવવી જોઈએ.

Post a Comment