કબજિયાતમાં તરત રાહત અપાવશે આ અકસીર ઘરેલૂ નુસખા, એકવાર અજમાવી જુઓ
▪️પાણી ઓછું પીવાથી કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે
▪️પેન કિલરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી પણ પેટ સંબંધી સમસ્યા થવા લાગે છે
▪️વજન ઘટાડવા માટે જરૂર કરતા ઓછું ખાવાથી પણ કબજિયાતની સમસ્યા થઈ જાય છે
પેટનું તંદુરસ્ત હોવું ખૂબ જરૂરી છે.
આ શરીરનો ખૂબ જ અગત્યનો ભાગ છે. જો તમારું પેટ સ્વસ્થ હશે તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો પરંતુ મોટાભાગના લોકોને કબજિયાતની સમસ્યા રહે છે. આ સમસ્યાના કારણે કોઈ કામમાં મન નથી લાગતું અને તે અનેક બીમારીઓને પણ આમંત્રણ આપે છે. એવામાં કેટલાક ઘરેલૂ નુસખા અપનાવીને કબજિયાતની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.
કબજિયાતની સમસ્યાના મુખ્ય કારણો
1️⃣પાણી ઓછું પીવાથી કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે.
2️⃣વધુ તેલ-મસાલાવાળો ખોરાક લેવાથી પણ કબજિયાત અને પેટ સંબંધી સમસ્યાઓ શરૂ થઈ જાય છે.
3️⃣સતત એક જ જગ્યાએ બેઠા રહેવાથી કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે. ઓફિસમાં બેસીને કામ કરનારા લોકોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે.
4️⃣વજન ઘટાડવા માટે જરૂર કરતા ઓછું ખાવાથી પણ કબજિયાતની સમસ્યા થઈ જાય છે એટલે સંતુલિત માત્રમાં ભોજન લેવું જરૂરી છે.
5️⃣પેન કિલરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી પણ પેટ સંબંધી સમસ્યા થવા લાગે છે.
👌કબજિયાત દૂર કરવાના ઘરેલૂ ઉપાયોગરમ પાણી પીવો
સવારે ઉઠીને બાથરૂમ જતા પહેલા તમે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવો. તેનાથી તમારું પેટ સાફ થશે. પાણી પીતા જ તમને પ્રેશર મહેસુસ થવા લાગશે. પાણી પીધા પછી પણ પ્રેશર મહેસુસ ન થાય તો થોડી વાર વૉક કરો અને પછી બાથરૂમ જાઓ.
જીરું અને અજમો
જીરું અને અજમાને થોડા ઘીમા તાપે સેકીને તેનું ચૂરણ તૈયાર કરી લો. હવે આ ચૂરણમાં સંચળ મિક્સ કરી લો. આ ચૂરણને દરરોજ અડધી ચમચી હળવા ગરમ પાણી સાથે લો. નિયમિત આવું કરવાથી કબજિયાતની સમસ્યા ખતમ થઈ જશે.
પ્રાણાયામ કરો
તમે સવારે ફ્રેશ હવામાં બેસીને પ્રાણાયામ કરો તો તમારી પેટ સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જશે. તમે કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ જરૂર કરો. તેનાથી તમે ઉર્જાથી ભરપૂર મહેસુસ કરશો અને કબજિયાત જેવી પરેશાનીઓ પણ દૂર થઈ જશે.
રાતે સૂતી વખતે ગરમ દૂધ પીવો
રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં થોડા ટીપાં ઘીના નાખીને પીવો. આવું નિયમિત કરવાથી પેટ સાફ થવા લાગશે અને કબજિયાતની સમસ્યા ખતમ થઈ જશે.
પપૈયા ખાઓ
પપૈયાનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. તેમાં વિટામિન ડી3 વિપુલ પ્રમાણમાં હોય છે. તેથી દરરોજ પાકેલું પપૈયું અને જામફળનું સેવન કરો.
પલાળેલા અંજીર ખાઓ
રાત્રે અંજીરને પાણીમાં પલાળી લો. પછી સવારે તેને દૂધ સાથે પણ પી શકો છો. થોડા દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે.
લીંબુ અને કેસ્ટર ઓઇલ
કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે ગરમ પાણીમાં લીંબુ અને કેસ્ટર ઓઇલ મિક્સ કરી શકાય છે. રાતે સૂતા પહેલા ગરમ દૂધમાં કેસ્ટર ઓઇલ નાખીને પીવાથી પેટ સરળતાથી સાફ થઈ જશે. ઉપરાંત સવારે નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને પીવાથી આ સમસ્યા દૂર થઈ જશે.

Post a Comment