કેલ્શિયમથી ઉણપથી થઈ શકે છે ગંભીર બીમારીઓઃ બચવા માટે કરો આ ઉપાય

 - કેલ્શિયમ શરીરના વિકાસમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

- કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે ખોરાકમાં દૂધ, દહીં, પનીર અને લીલા શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ. 

કેલ્શિયમ શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તે આપણા હાડકાઓ અને દાંતોના સ્વાસ્થને જાળવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં કેલ્શિયમ હૃદય અને શરીરની માંસપેશીઓ માટે પણ જરૂરી છે. કોલ્શિયમ શરીરમાં લોહીને ગંઠાવા નથી દેતુ. આ સાથે જ તે શરીરના .વિકાસમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. શરીરમાં કેલ્શિયની ઉણપથી હાઈપોગ્લાયસીમિયા, ઓસ્ટીયોપોરોસિસ અને અન્ય શારીરિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

કેલ્શિયમની ઉણપથી થાય છે આ બીમારીઓ

કેલ્શિયમની ઉણપના કારણે બ્લડ પ્રેશર, સ્નાયુઓ અને સાંધાઓનું જકડાઈ જવું, દાંતમાં દુખાવો, શુષ્ક તવ્ચા, નખ નબળા પડવા અને તૂટવા જેવી ઘણી સમસ્યાઓ થાય છે. શરીરમાં કેલ્શિયની ઉણપથી હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે ખોરાકમાં દૂધ, દહીં, પનીર અને લીલા શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ. 

શા માટે જરૂરી છે કેલ્શિયમ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ઓફિસ ઓફ ડાયેટરી સપ્લિમેન્ટ્સના આંકડાઓ પ્રમાણે, પુખ્ત વયના લોકોને દરરોજ ઓછામાં ઓછા એક હજાર મિલિગ્રામ કેલ્શિયમનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ઉંમર અને લિંગ પ્રમાણે તેની નિયમિત માત્રામાં થોડો ફેરફાર થઈ શકે છે. શું તમે જાણો છો કે મહિલાઓને પુરૂષો કરતા વધુ કેલ્શિયમની જરૂરિયાત હોય છે.

કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત દૂધ અને દૂધમાંથી બનેલી બનાવટો છે પરંતુ કેટલાક લોકોને દૂધથી એલર્જી હોય છે. કેટલાક લોકોને દૂધ ગમતું નથી. ત્યારે વેગન દૂધનું સેવન કરતા નથી. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે કેલ્શિયની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ અને તેના ઉત્પાદનોની જગ્યાએ કયા ફૂડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકો છો. 



ડ્રાઈ ફ્રૂટસ

જો તમે કેલ્શિયમના નોન-ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં બદામનો સમાવેશ કરી શકો છો. બદામ કેલ્શિયમના સારા સ્ત્રોતોમાંથી એક છે. બદામ સૌથી વધુ કેલ્શિયમ આપે છે. અનેક મેડિકલ જર્નલ્સ જણાવે છે કે એક કપ બદામમાં લગભગ 385 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તેમાં ફાઈબર અને હેલ્ધી ફેટ્સ પણ ભરપૂર હોય છે. બદામ મેગ્નેશિયમ, મેંગેનીઝ અને વિટામિન ઈનો પણ સારો સ્ત્રોત છે. 

લીલી પાંદડાવાળા શાકભાજી

કેલ્શિયમનો બીજો મોટો સ્ત્રોત લીલી પાદડાવાળા શાકભાજી જેમકે પાલક, કાલે અને કોલાર્ડ ગ્રીન્સ છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે કોલાર્ડ ગ્રીન્સ સેવન તમારા કેલ્શિયનું પ્રમાણ 21 ટકા સુધી વધારી શકે છે. આ તમામ શાકભાજી કેલ્શિયમને સારી રીતે અવશોષિત કરવામાં મદદ કરે છે અને તમારા હાડકાઓ અને દાંત માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન A, વિટામિન K, વિટામિન E, વિટામિન C, બીટા-કેરોટિન, ફોલેટ, વિટામિન B1, B2, B3, B5 અને B6 પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. 

બીન્સ અને દાળ

બીન્સ અને દાળો ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોલેટ, ઝિંક અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આમાં જોવા મળતા પોષક તત્વો પાચનમાં સુધારો કરે છે અને આપણા ઉર્જા સ્તરને પણ બૂસ્ટ કરે છે.

સીડ્સ (બીજ)

બીજમાં કેલ્શિયમ સહિત અનેક પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તલના બીજ એ કેલ્શિયમનો ઉચ્ચ સ્ત્રોત છે જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો. લગભગ 100 ગ્રામ તલ તમને કેલ્શિયમની દૈનિક જરૂરિયાતના લગભગ 95 ટકા પૂરા પાડી શકે છે. ચિયા, કોળું અને લગભગ તમામ પ્રકારના બીજમાં મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, જસત અને સેલેનિયમ હોય છે.