વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ સ્લીમ બોડીનું રહસ્ય, આ કારણે નથી વધતુ પાતળા લોકોનું વજન

 શરીરના જાડા પાતળા થવા પાછળ લોકો અનેક લોજિક કાઢે છે. ખાસ કરીને પાતળા શરીર માટે લોકો અનેક ધારણા બાંધતા હોય છે. કોઈ કહે છે કે, તેઓ વધુ ચાલે છે અને કસરત કરે છે તેથી પાતળા હોય છે. ત્યારે વૈજ્ઞાનિકોએ સ્લીમ બોડીનું રહસ્ય શોધી કાઢ્યુ છે. રિસર્ચમાં સામે આવ્યુ કે, પાતળા લોકો ન તો ઓછું ખાય છે, ન તો વધુ કસરત કરે છે. પરંતુ તેમની શરીરની રચના ખાસ પ્રકારની હોય છે.

વિદેશની એક યુનિવર્સિટી દ્વારા એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પાતળા લોકો પર રિસર્ચ કરાયુ હતું. કેટલાક પાતળા લોકો પર બે અઠવાડિયા સુધી રિસર્ચ કરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ કે, પાતળા લોકો 23 ટકા ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે. વધુ સમય બેસી રહે છે. સામાન્ય લોકો કરતા 12 ટકા ઓછું ભોજન ખાય છે. પરંતુ તેમની પાચન શક્તિ એટલી ઝડપી હોય છે કે, તેમની કેલેરી ઝડપી બર્ન થાય છે.

આ અભ્યાસના પરિણામો તબીબો માટે પણ ચોંકાવનારા છે. પાતળા લોકોનું મેટાબોલિઝમ સામાન્ય લોકો કરતા ઝડપી હોય છે. શરીરના ચરબીના આધારે તેમની પાચનક્રિયા અપેક્ષિત કરતા 22 ટકા વધુ છે. અતિશય ચયાપચય થાઈરોઈડ હોર્મોનના ઉચ્ચ સ્તર સાથે સંકળાયેલુ હતું, જે લોકોને ઓછી ભૂખ લાગે છે, અને તેમને સ્લિમ રાખવામાં મદદગાર સાબિત થાય છે.