બાળકોને નાસ્તામાં જરૂર ખવડાવો આ હેલ્ધી અને પૌષ્ટિક વસ્તુઓ, ક્યારેય નહીં ચડવું પડે દવાખાનાનું પગથિયું
બાળકો દેશનું ભવિષ્ય હોય છે. જો બાળકોને સફળ નાગરિક બનાવવા હોય તો બાળપણથી જ તેમના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. બાળકોનો વિકાસ ઘણી બાબતો પર આધાર રાખે છે. સફળતા માટે માત્ર અભ્યાસ જ જરૂરી નથી, પરંતુ તેની સાથે સારું શારીરિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. બાળકોને ક્રિએટીવ, એક્ટીવ અને હેલ્ધી બનાવવા માટે પોષણયુક્ત આહાર ખૂબ જ જરૂરી છે.
આવામાં ખાનપાનમાં ધ્યાન રાખવાથી શરીર સાથે બુદ્ધિ પણ તેજ થાય છે. આજે અમે અહીં તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેને તમે નાસ્તામાં સામેલ કરીને તમારા બાળકને ફિટ અને હેલ્ધી બનાવી શકો છો.
આંબળાં
આંબળાં શરીર માટે ખૂબજ ફાયદાકારક હોય છે. આંબળાંમાં રહેલ વિટામિન સી આંખોની રોશની માટે બહુ ફાયદાકારક ગણાય છે. બાળકોને નિયમિત આંબળાં ખવડાવવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. બાળકોને આંબળાં ખવડાવવા માટે આંબળાંનો ગળ્યો મુરબ્બો, આંબળા કેન્ડી ખવડાવી શકાય છે, અથવા બાળકોને આંબળાંનો જ્યૂસ પણ પીવડાવી શકાય છે.
ઘી
ખોરાકને પચાવવામાં ઘી મદદ કરે છે અને તે પેટ સંબંધિત સમસ્યાઓને પણ દૂર રાખે છે. ઘી પણ બાળકો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે જે બાળકને ઉર્જા અને શક્તિ આપે છે. પાંચ વર્ષની ઉંમર સુધીમાં બાળકના મગજનો મોટાભાગનો વિકાસ થાય છે, તેથી આ સમયે બાળકને ઘી જરૂર ખવડાવો, કારણ કે ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તમે ઘીમાં પરાઠા બનાવીને સવારના નાસ્તામાં બાળકને આપી શકો છો.
દૂધમાં કેસર
કેસરવાળુ દૂધ ખાલી પેટ પીવું ખૂબ જ સારું હોય છે. કેસર બાળકોની પાચનક્રિયાને સુધારે છે અને દૂધમાં કેસર ભેળવીને પીવાથી બાળકોના પાચનમાં મદદ મળે છે. જો પાચન બરાબર હશે તો બાળક સારી રીતે જમશે અને હેલ્ધી બનશે. કેસર પણ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે. કેસર શ્વસન માર્ગને સાફ કરે છે, જે અસ્થમાવાળા બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ ઘટાડે છે. કેસર બાળકોને હાડકાં મજબૂત કરવામાં પણ મદદ કરે છે.
બદામ
બદામ અને બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામ ખાવાથી બાળકોના આહારની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ મળી શકે છે અને તેમના આરોગ્યપ્રદ ચરબી, પ્રોટીન અને ફાઇબર જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોના વપરાશમાં વધારો થાય છે.
પનીર
પનીરમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. બાળકને પનીર ખવડાવવાથી તેમના હાડકા અને દાંત મજબૂત બને છે. તેમાં રહેલા વિટામિન-બીની વધુ માત્રા હાડકાની કોમલાસ્થિની રચનામાં સુધારો કરે છે. તેમાં ડાયટ્રી ફાઈબર અને પ્રોટીન હોય છે જે ઈમ્યુનિટી મજબૂત કરે છે. બાળકના વિકાસ માટે જરૂરી પોષણ પણ પનીરમાંથી લઈ શકાય છે.
લીલા શાકભાજી
લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. બાળકોના નાસ્તામાં તમે ઘણા પ્રકારના લીલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો. તમે પાલક અને કોબી જેવા શાકભાજીનો સમાવેશ કરી શકો છો. તમે તેનો ઉપયોગ ટોસ્ટ માટે કરી શકો છો. આ સિવાય તમે તેને સ્મૂધીમાં પણ સામેલ કરી શકો છો. તેઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

Post a Comment