શિયાળામાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ! જાણો તેનું કારણ અને બચવાના ઉપાયો

 

બ્રેઈન સ્ટ્રોક તમારા શરીરને ઘણી રીતે પ્રભાવિત કરી શકે છે

જેને લકવા તરીકે પણ ઓળખાય છે





Symptoms of stroke: બ્રેઈન સ્ટ્રોકની આપના શરીર લકવા થવા સુધીની અસર પણ થઇ શકે છે. સામાન્ય રીતે આ સમસ્યા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. પરંતુ છેલા અમુક વર્ષોથી 30 થી 35 વર્ષના લોકો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શિયાળામાં બ્રેઈન સ્ટ્રોકનઓ ખતરો ખુબ વધી જાય છે. જેનેન મેડીકલ ટર્મમાં ઇન્ટ્રાક્રેનીયલ હેમોરેજ નામથી ઓળખવામાં આવે છે. તો જાણીએ કે આ કેવી રીતે થાય છે અને તેનાથી બચવાના ઉપાય શું?

મગજની નસ ફાટવા પાછળનું કારણ

બ્રેઈન હેમરેજના ઘણા કારણ હોઈ શકે છે. જેમકે કોઈ વ્યક્તિને માથામાં ગંભીર ઈજા થવી, કાર એક્સિડન્ટ, હાઈ બીપી, મગજમાં થતું બ્લડ કલોટીંગના કારણે, ધમનીઓમાં ફેટ જમા થવાના કારણે અથવા તો એથરોસ્ક્લેરોસિસના કારણે, બ્લડ વેસેલ ફૂલી કે ફાટી જવાથી, બ્રેઈન ટ્યુમર, ગર્ભાવસ્થામાં એકલમ્પ્સીયા અને  ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર બ્લીડીંગના કારણે મગજની નસ ફાટી શકે છે


બ્રેઈન હેમરેજ કેમ થાય છે?

બ્રેઈન હેમરેજના ઘણા કારણો હોય છે જેમકે મગજને યોગ્ય માત્રામાં ઓક્સિજન નથી મળતું ત્યારે તેની નસો સુકાઈ જાય છે અને મગજના સેલ્સ મરવા લાગે છે. જેના કારણે શરીરની ગતિવિધિને અસર કરે છે. જેને ઇન્ટ્રાક્રાનીયલ હેમરેજ કે સેરેબ્રલ હેમરેજ કહેવામાં આવે છે. એવામાં પણ જો 3-4 મિનીટથી વધુ સમય માટે ઓક્સિજનની કમી જોવા મળે તો તેનથી મગજને ગંભીર અસર થાય છે. 

એવામાં શરીરના કોઈ ભાગમાં લકવા થવો, શરીરનો કોઈભાગ સુન્ન થઇ જવો, ખાવા-પીવામાં તકલીફ થવી, આંખોને અસર થવી, આંચકી આવવી, માથું દુખવું જેવા કારણો સિવાય માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. 

બ્રેઈન હેમરેજથી કેવી રીતે બચવું?

તેના માટે હમેશા બીપી ચેક કરતુ રહેવું જોઈએ, હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે વજન કંટ્રોલમાં રાખવો. એવામાં શરાબ ઓછો પીવાનો અને સાથે જ ડાયટ પર પણ ધ્યાન રાખવું જરૂરી છે. શિયાળામાં બ્રેઈન સ્ટ્રોકમાં વધારો થવું કારણ એ છે કે આ સિઝનમાં લોહી ઘાટું થઇ જાય છે અને લોહીની પાતળી નસો સંકોચાઈ જાય છે જેની અસર બ્લડ પ્રેશર પર પડે છે. બ્રેઈન સ્ટ્રોકના દર્દીને 3 કલાકની અંદર હોસ્પિટલ પહોચાડવો જરૂરી છે. 

કેવા લોકોને સંભાળ રાખવાની વધુ જરૂર?

ટાઇપ-2 ડાયાબીટીસના દર્દી, હાઈ બીપીના દર્દી, જેમનો વજન વધુ હોય, જે લોકો વધુ પ્રમાણમાં ધુમ્રપાન કરે છે કે દારૂનું સેવન કરે છે અથવા તો વધુ પ્રમાણમાં ગર્ભનિરોધક ગોળીઓ લે છે, તેમજ જે લોકોનું કોલેસ્ટ્રોલ વધુતું હોય તેવ દરેક લોકોને સંભાળ રાખવી જરૂરી છે.