તમે 40 વટાવી ચુક્યા છો, તો આ ટેસ્ટ કરવવા જરુરી, હાર્ટ એટેકથી લઈને કેન્સર જેવા અનેક રોગો સામે રહો સુરક્ષિત

 

40 પછી રોજ ચાલવા અથવા દોડવા સાથે હેલ્ધી ખાવાની ટેવ પાડો.

સૌથી પહેલા BMI એટલે કે મોટાપાનો ટેસ્ટ કરાવો.


આમ તો આજનો દિવસ ફાધર્સ ડે તરીકે ઉજવાય છે. અને આ દિવસે  ઘણા લોકો પિતાને કોઈ ભેટ આપતા હોય છે તો કેટલાક લોકો તેમના જીવન સાથે જોડાયેલી વસ્તુ આપતા હોય છે. પરંતુ એક વિચાર પ્રમાણે જન્મથી લઈને મોટા થવા સુધી પિતા દરેક ક્ષણે આપણા સ્વાસ્થ્યને લઈને સજાગ રહ્યા હોય છે. આપણેને જ્યારે નાનુ-મોટુ કાઈ પણ થઈ જાય તો પિતા તરત તેના ઈલાજ માટે તરત જ ડૉક્ટર પાસે દોડી જતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમની તબિયત બરોબર છે કે નહી. તો આજે તેમના સારા સ્વાસ્થ્ય માટેની ભેટ આપીએ.

જો તમે 35-40 વર્ષના થઈ ગયા છો, તો આ સમય તમારે કેટલાક વિશેષ ટેસ્ટ કરાવવા જરુરી છે કે જેથી કરીને તેમની બાકીની જીંદગી સ્વસ્થ રીતે વિતાવી શકાય. અને આજના સમયમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક તેમજ કેન્સર જેવા રોગો સામે રક્ષણ મળી શકે. તો ચાલો જાણીએ કે એવા કયા મેડિકલ ટેસ્ટ છે કે,જેનાથી 40 વર્ષ પછી અનેક રોગોના જોખમને ટાળી શકાય અથવા દૂર કરી શકાય છે.

40 વર્ષ પછી થતા કેટલાક વિશેષ મેડીકલ ટેસ્ટ

1. મોટાપા ટેસ્ટ 

સિંગાપોરની પ્રખ્યાત હોસ્પિટલ માઉન્ડ એલિઝાબેથના ડોક્ટરના જણાવ્યા અનુસાર 40 વર્ષ પછી સૌથી પહેલા BMI એટલે કે મોટાપાનો ટેસ્ટ કરાવવો જરુરી છે. હેલ્ધી BMIનું માપ 18.5 થી 25 ની વચ્ચે હોવુ જોઈએ. જે તમારી ઊંચાઈ અને વજન માપીને  જાતે પણ કાઢી શકો છો.

2. બ્લડ સુગર

40 વર્ષ પછી ચોક્કસપણે બ્લડ સુગર ટેસ્ટ જરુર કરાવવો જોઈએ. તેના માટે 3 પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. ફાસ્ટિંગ બ્લડ સુગર, જમ્યા પછી બ્લડ સુગર અને Hb1ac ટેસ્ટ. આ ટેસ્ટ પણ ખૂબ સસ્તો થાય છે. એટલા માટે દર વર્ષે આ ટેસ્ટ કરાવવો જોઈએ. અને ટેસ્ટમાં જો ડાયાબિટીસની બીમારી હોય તો હવે તમારા શરીર પર અનેક રોગોની અસર થવાની શરુઆત થઈ શકે છે. 

3. હાઈપરટેન્શન

હાઈ બીપી આજકાલ આ બીમારી વધારે પ્રમાણમાં મોટી સમસ્યા બની રહી છે. સામાન્ય બ્લડ પ્રેશરનો ટેસ્ટ વર્ષમાં એકવાર નહી  પરંતુ દર મહિને અથવા બે મહિને એકવાર કરાવવો જોઈએ. જો હાઈ બીપી હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈ દવા શરૂ કરવી જોઈએ. તેનાથી હૃદય સંબંધિત રોગોનો જોખમથી બચી શકાય. 

4. હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ

હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક કે હાર્ટ સંબંધિત બીમારીઓનો મોટામાં મોટો દુશ્મન કહેવાય છે. તેના માટે સીબીએસ એટલે કે સંપૂર્ણ બ્લડ ટેસ્ટ વર્ષમાં એકવાર કરાવવો જરુરી છે. આનાથી બીજી ઘણી બીમારીઓના નિશાની પણ જોવા મળે છે. જો તમે આ ટેસ્ટ કરાવતા રહેશો તો શરૂઆતમાં તેને ખત્મ કરવામાં ઘણી મદદ મળશે.

5. કોલોરેક્ટલ કેન્સર

40 પછી કોલોન કેન્સરનું જોખમ ઘણુ વધી જાય છે. એટલા માટે આ વર્ષે  ફેકલ ઇમ્યુનોકેમિકલ ટેસ્ટ (FIT) કરાવવા જરૂરી છે. આ એક સરળ સ્ટૂલ ટેસ્ટ છે. જો આ રિપોર્ટ પોઝિટિવ આવે તો કોલોનોસ્કોપી કરવામાં આવે છે. જો આંતરડાનું કેન્સર હોય તો શરૂઆતમાં તેની સારવાર સરળતાથી થઈ જાય છે.

હવે આટલુ ન કરવું જોઈએ.

જો તમારી ઉંમર 40  ઉપર થઈ ગઈ છે તો તમે ખરાબ ટેવોથી દુર રહો.જેમ કે સિગારેટ, આલ્કોહોલ, તમાકુ વગેરેનું સેવન કોઈપણ સંજોગોમાં ન કરો. અનહેલ્ધી ફુડથી દુર રહો. એટલે કે ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તળેલી વસ્તુઓ વગેરે ખાવાનું ટાળો.

સારી ટેવો કેળવો

સારી આદતોની ટેવ પાડો. હવે દરરોજ ચાલવા અથવા દોડવા શરુ કરી દો. હેલ્ધી ખાવાની ટેવ પાડો. નકારાત્મક વસ્તુઓ અથવા નેગેટીવ  બાબતોથી દૂર રહો. તણાવ, ઓછી ઊંઘ ખૂબ જીવલેણ બની શકે છે. તેથી હવે પોઝીટીવ બાબતોને વિચારમાં લો નકામી બાબતો પ્રત્યે ધ્યાન ન આપો.