આ ઘરેલું પદ્ધતિઓ અપનાવીને તમે RO વિના પણ પાણીને કરી શકો છો શુદ્ધ
પાણી એ જીવનનો આધાર છે. સ્વસ્થ રહેવા માટે સ્વચ્છ પાણી પીવું જોઈએ. દૂષિત પાણી તમને બીમાર કરી શકે છે. આજકાલ લોકો પાણીને સાફ કરવા માટે ઘરોમાં RO લગાવે છે. જોકે કેટલાક લોકો ROનો ખર્ચ ઉઠાવી શકતા નથી પરંતુ દરેકને શુદ્ધ પાણીની જરૂરિયાત હોય છે. આવી સ્થિતિમાં અમે તમને એવી કેટલીક ટિપ્લ આપીશું જેનાથી તમે ઘરે જ પાણી શુદ્ધ કરી શકશો. તેનાથી ઘરમાં જ પાણીમાંથી તમામ કીટાણુઓને દૂર કરી શકાશે. તો ચાલો આજે આપણે પાણીને શુદ્ધ કરવાની ઘરેલું રીત જાણીએ.
પાણીને શુદ્ધ કરવાની ઘરેલુ પંદ્ધતિ
ઉકાળવું
પાણીને ઉકાળવું તે જંતુનાશક કરવાની સૌથી સામાન્ય રીત છે. આપણે આપણા વડીલો પાસેથી પણ સાંભળતા આવ્યા છીએ કે પાણીને ઉકાળીને પીવું સારું હોય છે. એક મોટા વાસણમાં પીવાનું પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો, લગભગ 5 મિનિટ સુધી આ રીતે ઉકળવા દો. ત્યાર બાદ પાણી ઠંડુ કરો. તેનાથી પાણીમાં રહેલા તમામ કીટાણુઓ મરી જશે અને પાણી પીવા માટે શુદ્ધ બની જશે.
ફટકડી
ફટકડી દ્વારા પીવાના પાણીને સ્વચ્છ કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ અને સસ્તી છે. સૌ પ્રથમ ફટકડીને હાથથી ધોઈ લો, ત્યારબાદ ફટકડીને પાણીમાં ફેરવો. પાણી સહેજ સફેદ દેખાવા લાગે કે તરત જ ફટકડી ફેરવવાનું બંધ કરી દો. તેનાથી પાણીમાં રહેલી ગંદકી તળિયે બેસી જશે અને પાણી સ્વચ્છ થઈ જશે.
ક્લોરીનતમે પાણીને સ્વચ્છ કરવા માટે ક્લોરિનનો પણ ઉપયોગ કરી શકો છો. પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરિનની ગોળીઓ બજારમાં ઉપલબ્ધ છે. તેમને પાણીમાં નાખીને તેને સ્વચ્છ કરી શકાય છે. ધ્યાનમાં રાખો કે ગોળીઓ મૂક્યા પછી, તે પાણી અડધા કલાક સુધી ઉપયોગમાં લેવાનું નથી.
બ્લીચ
બ્લીચ દ્વારા પાણી સ્વચ્છ કરવા માટે તેમાં સોડિયમ હાઈપોક્લોરાઈડ પણ હોવું જોઈએ. ધ્યાન રાખો કે આ બ્લીચમાં સુગંધ, રંગ કે અન્ય કોઈ વસ્તુ ન મિક્સ ન હોવી જોઈએ. પાણી ગરમ કર્યા પછી આ પદ્ધતિનો ઉપયોગ કરો. એક લિટર પાણીમાં બ્લીચના 2 થી 3 ટીપાં પૂરતા છે.
ટામેટા અને સફરજનની છાલ
ટામેટા અને સફરજનની છાલ પણ દૂષિત પાણીને પીવાલાયક બનાવવા માટે ખૂબ જ અસરકારક છે. ટામેટા અને સફરજનની છાલને આલ્કોહોલમાં લગભગ બે કલાક ડૂબાડી રાખો. ત્યારબાદ તેમને તડકામાં સૂકવવાના હોય છે. સુકાઈ ગયા બાદ આ છાલને દૂષિત પાણીમાં નાખી દો. થોડા કલાકો પછી પાણીની બધી ગંદકી અને અશુદ્ધિઓ દૂર થઈ જશે


Post a Comment