સાવધાન/ જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો ચેતી જાજો.. તમારી રોગપ્રતિકારક શક્તિ કમજોર હોવાના શરીર બતાવે છે આવા લક્ષણો
તંદુરસ્ત જીવન જીવવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. કારણ કે ઈમ્યુનિટી પાવર જ તમામ રોગથી બચાવે છએ. ઘણી વખત જોવા મળે છે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ બીમાર વધુ રહેતા હોય છે.
આપણા શરીરમાં પણ જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે શરીર તેના સંકેતો આપવા લાગે છે. ઘણીવાર આવા સંકેતોને આપણે અવગણીએ છીએ.
જે પાછળથી મોટી બીમારીઓનું કારણ બને છે. શરીરમાં આવા લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ છે. આવા સંકેતોને ના અવગણો.
શરદી ઉધરસ થવી
જો સિઝન બદલાતાની સાથે જ વારંવાર તમે શરદી ઉધરસની ઝપેટમાં આવી જાઓ છો તો સમજી લેવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. કારણ કે આ ઈમ્યુનિટી મજબૂત થવા પર સિઝનેબલ બીમારીઓથી શરીરને બચાવી શકે છે.
વારંવાર થાક લાગવો
જો તમે કોઈ કામ કરતા હોવ અન તુરંત થાકી જાવ અથવા તો ઘણી વખત કોઈ કામ કર્યા વિના પણ થકાવટ જેવું લાગે તો સમજી લેવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. હકીકતમાં, બધી શક્તિ રોગો સામે લડવામાં ખર્ચાઈ જવાને કારમએ તમારા શરીરમાં થકાન જેવું લાગે છે. શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવાની સ્થિતિ જોવા મળે છે.
જલદી ના રૂઝાય
ઘણી વખત આપણને શરીરમાં વાગે ત્યારે જો જલદીથી ઘા ના રુઝાય તો સમજી લેવું કે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આ પણ શરીર દ્વારા અપાતો એક મોટો સંકેત છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તેમને જ્યારે ઈજા થાય તો ઘા જલદીથી ભરાઈ જાય છે. રૂઝ આવવા લાગે છે. જેથી ઈજામાંથી ઝડપી મુક્તિ મળે છે.
પેટ સંબંધિત ફરિયાદો
જો રોગપ્રતિકારક શક્તિ નબળી થવા પર તમને એસિડિટી, અપચો અને પેટમાં દુઃખાવાની ફરિયાદ રહી શકે છે. હકિકતે જ્યારે તમે અંદરથી નબળા હોવ ત્યારે બેક્ટેરિયા પેટમાં સરળતાથી રહેતા હોય છે. જે થોડા જ સમયમાં તેની અસર બતાવવાનું શરૂ કરે છે, જેના કારણે પેટ સંબંધિત ફરિયાદો શરૂ થઈ જતી હોય છે.
પ્રતિક્રિયા- જો તમને કોઈપણ ખાદ્ય પદાર્થનું રિએક્શન હોય તો તે ફોલ્લીઓના રૂપમાં કે પછી સાંધામાં દુખાવો અને પેટની સમસ્યાઓનું કારણ બનતી હોય તો સમજી લેવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે. આ પણ તેના લક્ષણો સમજી લેવા.
રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે મજબૂત કરવી
▪️દરરોજના ભોજનમાં પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર સ્વસ્થ આહાર લો
▪️પૂરતી ઊંઘ મેળવવાનો પ્રયાસ કરો
▪️માનસિક રીતે કોઈપણ બાબતનો સ્ટ્રેસ ના લેવો
▪️કસરત અથવા ધ્યાન કરો
▪️સાફ સફાઈનું પૂરતું ધ્યાન આપો
▪️શરીરને સંપૂર્ણ રીતે હાઇડ્રેટેડ રાખો

Post a Comment